Home / શેરડી હાર્વેસ્ટિંગ મીટિંગ
શેરડી હાર્વેસ્ટિંગ મીટિંગ, ફાલ્ગુનીબેન પટેલના ખેતર પર
રાસાયણિક ખાતર તો આજે દરેક ખેડૂત વાપરે જ છે, અને દર વર્ષે તેનો ખર્ચ વધતો જ જાય છે. પણ શું એ પ્રમાણે ઉત્પાદન વધે છે?
ફાલ્ગુનીબેને હિંમત કરી: યુરિયા, DAP અને પોટાશ ઘટાડ્યા અને ઈમ્યુનિટી શુગરકેન સ્પેશિયલ અપનાવ્યું. આજે તેમના ખેતરમાં કાપણી ચાલુ છે. શું બદલાયું, એ જાતે આવીને જુઓ અને તેમના જ મોઢે સાંભળો.
બુધવાર, 28 ઓક્ટોબર 2026સવારે 10:30નાની ચોવીસી, નવસારીસાથે ભોજન
બુકિંગ ફરજિયાત, ફક્ત 100 જગ્યા. એક બુકિંગમાં એક જ વ્યક્તિ.
મીટિંગમાં તમે શું જોશો અને જાણશો
- ખેતરમાં ઊભી શેરડી અને ચાલુ કાપણી: શેરડીની જાડાઈ, લંબાઈ અને ઘેર જાતે નજરે જુઓ.
- ફાલ્ગુનીબેનનો અનુભવ, તેમના જ શબ્દોમાં: ખાતર ઘટાડતી વખતે શું ડર હતો, શું કર્યું, અને તેમના ખેતરમાં શું બદલાયું.
- શેરડીનો ખરેખર કેવો પાક લઈ શકાય? જમીન સાચવીને, ખર્ચ કાબૂમાં રાખીને સારો પાક કેવી રીતે લેવાય, એ ખેતરમાં ઊભા રહીને સમજો.
- તમારા ખેતર માટે પ્રશ્નોત્તરી: ગુજરાત બાયો ઓર્ગેનિક્સની ટીમ સાથે તમારી જમીન અને શેરડી વિશે સીધી વાત.
- બધા ખેડૂતો સાથે બપોરનું ભોજન.
ક્યાં?
ફાલ્ગુનીબેન પટેલનું ખેતર
નાની ચોવીસી, નવસારી ગ્રીડ પાસે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, નવસારી
Google નકશામાં જુઓતમારી જગ્યા બુક કરો
જગ્યા અને ભોજન મર્યાદિત છે, એટલે બુકિંગ ફરજિયાત છે. એક બુકિંગમાં એક જ વ્યક્તિ. સાથે કોઈ આવવાના હોય તો તેમના મોબાઈલ નંબરથી અલગ બુકિંગ કરો.